
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

, તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શાળામાં ભણતા બાળકો વ્યસનના શિકાર ન બને અને વ્યસનના વીષ ચક્રમાં ન ફસાઈ તેવા સરકારના ઉમદા અભિગમ અંતર્ગત મધવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની નવસર્જન હાઇસ્કુલ ખાતે મધવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ તબીબ ડોક્ટર કલ્પેશ એમ સુથાર તેમજ પુરુષ સુપરવાઇઝર ડીજે ચૌહાણ સહિતની ટીમે મુલાકાત લઇ હાઈસ્કૂલના આચાર્ય દિનેશભાઈ પટેલને કાર્યક્રમ અંગે વિગતવાર માર્ગદર્શન આપી શાળા પરિસરમાં તમાકુના કાયદાનો ભંગ ન થાય તે માટે જરૂરી માહિતી પૂરી પાડી હતી તેમજ તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 કોટપા એકટ વિશે પણ જરૂરી સમજણ આપવામાં આવી અને કાયદાનું ચુસ્ત અમલ થાય તે માટે શાળા આચાર્યશ્રીએ મેડિકલ ટીમને ભરોસો આપ્યો હતો
[wptube id="1252022"]








