લીમડી નગરમાં બી. પી. અગ્રવાલ હાઈસ્કુલ સામે આવેલ શ્રી અંબાજી મંદિરનો 16માં પાટોત્સવ ની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી

તા.૩૦.૦૪.૨૦૨૩
વાત્સલ્ય સમાચાર
અજય સાંસી દાહોદ
લીમડી નગરમાં બી. પી. અગ્રવાલ હાઈસ્કુલ સામે આવેલ શ્રી અંબાજી મંદિરનો 16માં પાટોત્સવ ની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી
લીમડી માં 29/04/2023 ના રોજ શ્રી અંબાજી મંદિર ના પાટોત્સવ નિમિત્તે વિધિવત રીતે પૂજા હવન કરી ત્યાર બાદ અંબે માં ની મહાઆરતી કરવામાં આવી હતી અને અંબાજી મંદિરના 16માં પાટોત્સવ નિમિત્તે ભવ્ય ભોજનપ્રસાદી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો
15 વર્ષ પહેલાં આ અંબાજી મંદિર ની સ્થાપના સ્વ. અંબાલાલભાઇ ગારી દ્વારા કરવા માં આવી હતી અને આજરોજ પૂજારી સ્વ. અંબાલાલભાઇ ગારી ની પ્રતિમા સ્વરૂપ મૂર્તિ પણ મૂકવામાં આવી હતી
મંદિર ની સ્થાપના 29/04/2007 ના રોજ કરવામાં આવી હતી લીમડી નગરમાં બી. પી. અગ્રવાલ હાઈસ્કુલ સામે આવેલ શ્રી અંબાજી મંદિર નો આજે 16 માં પાટોત્સવ ની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં માઈ ભક્તોએ લાભ લીધો હતો.








