
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
મહિસાગર જીલ્લામાં સિક્યોરિટી માટે ગાર્ડ, સુપરવાઈઝર અને ઓફિસર ભરતી કેમ્પ યોજાશે
એસ.આઈ.એસ. ગ્લોબલ ઇન્ડિયા ઈ સ્કીલ ડેવલોપમેન્ટ અંતર્ગત ગ્રામીણ તથા શહેરના શિક્ષિત બેરોજગાર નવયુવકો માટે સુરક્ષા જવાન , સુરક્ષા સુપરવાઈઝર તેમજ સિક્યોરિટી ઓફિસરના પદ ઉપર ભરતી પ્રક્રિયા માટે મહીસાગર જીલ્લાના તાલુકાઓમાં કેમ્પ યોજવામાં આવશે.
જેમાં તા.૧૫/૦૩/૨૦૨૩ના રોજ તાલુકા પંચાયત વીરપુર, તા.૧૭/૦૩/૨૦૨૩ના રોજ તાલુકા પંચાયત બલાશીનોર અને તા.૧૮/૦૩/૨૦૨૩ના રોજ તાલુકા પંચાયત લુણાવાડા રાખેલ છે.
રીજનલ ટ્રેનીંગ સેન્ટર માણસા (ગાંધીનગરના) ભરતી અધિકારી અજીતકુમાર જણાવે છે કે ઈચ્છુક આવેદકની શૈક્ષણિક યોગ્યતા સુરક્ષા જવાન ૧૦ પાસ/નાપાસ, ઉંચાઈ ૧૬૮ સેમી, વજન ૫૬ કિલો, વર્ગ પ્લેસમેન્ટ ગુજરાત પૈકી અને તેનો પગાર ધોરણ ૧૪,૦૦૦ થી ૧૮,૦૦૦ રાખવામાં આવેલ છે. સુરક્ષા સુપરવાઈઝર ૧૦/૧૨ પાસ, ઉંચાઈ ૧૬૮ સેમી, વજન ૫૬ કિલો, વર્ગ પ્લેસમેન્ટ ગુજરાત પૈકી અને તેનો પગાર ધોરણ ૧૬,૦૦૦ થી ૨૦,૦૦૦ રાખવામાં આવેલ છે. સુરક્ષા ઓફિસર (સ્ટાફ) ગ્રેજ્યુએટ, ઉંચાઈ ૧૭૦ સેમી, વજન ૫૬ કિલો, વર્ગ પ્લેસમેન્ટ ભારત પૈકી અને તેનો પગાર ધોરણ ૧૭,૦૦૦ થી ૨૨,૦૦૦ રાખવામાં આવેલ છે.
પાસ થયેલા ઉમેદવારોનું રજીસ્ટ્રેશન કરી.પસારા અધિનિયમ ૨૦૦૫ મુજબ ઉમેદવારોને રીઝનલ પ્રશિક્ષણ કેંદ્ર માણસા, ગાંધીનગર ખાતે સિક્યોરીટી ઇન્ટેલિજન્સ સર્વિસ ઈન્ડયા લીમીટેડ ખાતે ૬૫ વર્ષ સુધી સ્થાઈ નિયુક્તિ કરવામાં આવશે. માસિક વેતન પી.એફ., ગ્રેજ્યુઈટી, ઈ.એસ.આઈ. મેડીકલ સુવિધા, વીમા બોનસ, વાર્ષિક વૃદ્ધિ, ફરજ દરમિયાન રીહયતી- મેસ ની સુવિધા, તાલીમ દરમિયાન ભારત સરકાર, રાજ્ય સરકાર ના ઐતિહાસિક સ્મારકો પ્રતીસ્થાનો, ઔધોગિક સંસ્થાઓ, મલ્ટીનેશનલ ખેતર જેવી કે બેંક સુરક્ષા ખેતરમાં સ્થાયી નિયુક્તિ કરવામાં આવશે. વધુ જાણકારી માટે www.ssciindia.com પર સંપર્ક કરવો.આવેદકએ પોતાના આધારકાર્ડ, ૧૦મા અને તેથી વધારે અભ્યાસ કરેલ કિસ્સાઓમાં તેની માર્કશીટ, ૨- ફોટા, લખવા માટે બોલ પેન લઈને ભરતી કેન્દ્ર ના સ્થળ ઉપર હાજર રહેવાનું રહેશે.