વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે આધારકાર્ડ અપડેટ/લીંક કરાવી લેવું.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત મહીસાગર જીલ્લામાં અનેક લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે. પરંતુ જીલ્લા ખાતે નોધાયેલ લાભાર્થીઓ પૈકી ૧૦૫૦ લાભાર્થીઓના આધાર નંબર ઉપલબ્ધ નથી. હાલમાં એકાઉન્ટ બેઇઝ્ડ પેમેન્ટ પદ્ધતિથી સહાય ચુકવણી થઈ રહેલ છે. જેથી સત્વરે આપના વિસ્તારની મામલતદાર કચેરી ખાતે સમાજ સુરક્ષા શાખાના ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની કામગીરી સંભાળતા કોમ્પુટર ઓપરેટર પાસે આધારકાર્ડ અપડેટ/લીંક કરાવી લેવું. તેમજ જીલ્લામાં ૭૨૦૦ લાભાર્થીઓના મોબાઈલ નંબર પોર્ટલ પર અપડેટ થયેલ ન હોય આપના વિસ્તારની મામલતદાર કચેરી તેમજ જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મહીસાગર ખાતે સત્વરે અપડેટ કરાવવા માટે જીલ્લા મહિલા અને બાળ કલ્યાણ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેથી સહાય મેળવવામાં આગામી સમયમાં કોઈ મુશ્કેલી ઉભી ન થાય.








