JETPURRAJKOT

કે‌ન્દ્ર સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વર્કશોપ અને ક્વિઝ સ્પર્ધા યોજાશે

તા.૨૩ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

કેન્દ્ર સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝન અંતર્ગત ભારત સરકારની પેટા-પ્રાદેશિક કચેરી, રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે આવતીકાલે તા.૨૪/૦૨/૨૦૨૨ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે વર્કશોપ અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારતીય સત્તાવાર આંકડાકીય પ્રણાલીના વિવિધ પાસાઓ વિશે યુવાનો માહિતગાર થાય અને એન.એસ.ઓની વિવિધ કામગીરી વિશે જાગૃતિ આવે તે હેતુથી આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિભાગના સેમિનાર હોલ ખાતે યોજાશે. આ કાર્યક્રમનું ઉદઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગિરીશ ભિમાણી દ્વારા કરવામાં આવશે તેમજ આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (FOD), પ્રાદેશિક કચેરી, અમદાવાદના ઉપનિર્દેશકશ્રી જે. એસ. હોનરાવ અને આ વિષય સાથે સબંધીત યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસરો ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો, એન.એસ.ઓના અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લેશે. ક્વિઝનું સંચાલન વરિષ્ઠ આંકડાકીય અધિકારીઓ દ્વારા કરવામાં આવશે અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સહભાગિતાનું પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ ક્વિઝના વિજેતાઓને આકર્ષક ઇનામો આપવામાં આવશે તેમ ઉપ-પ્રાદેશિક કચેરી, રાજકોટના ઇનચાર્જ અને વરિષ્ઠ આંકડાકીય અધિકારીશ્રી ટી.આઇ. ત્રિવેદીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

[wptube id="1252022"]
Back to top button