MAHISAGAR

સાંઈ હોસ્પિટલ લુણાવાડાના ડૉ.સોહમ પટેલ દ્વારા મહીસાગર, પંચમહાલ અરવલ્લી દાહોદ જિલ્લામા સૌપ્રથમ હાથની કોણીનુ જોઈન્ટ રિપ્લેસમેન્ટ.

આસીફ શેખ લુણાવાડા

ડૉ.સોહમ પટેલ દ્વારા મહીસાગર, પંચમહાલ અરવલ્લી દાહોદ જિલ્લામા સૌપ્રથમ હાથની કોણીનુ જોઈન્ટ રિપ્લેસમેન્ટ.

 

કુંભારવાડી ના કાંતિભાઈ પંચાલને છેલ્લા 20 વર્ષથી ડાબા હાથની કોણી અને ભુજાની તકલીફ હતી. તેમને ખુબ દુખાવો રહેતો હતો અને હાડકા છુટા હતા. 20 વર્ષ પૂર્વે તેમને ફ્રેક્ચર થયું હતું. ત્યાર બાદ તેમણે છેલ્લા 20 વર્ષ મા મોડાસા, અમદાવાદ અને બરોડા ની હોસ્પિટલ્સ મા 5 ઓપરેશન કરાવ્યા હતા પરંતુ ત્યાર બાદ પણ તેમનું હાડકું સંધાયું ન હતું. હાડકામા 10cms નો ગેપ પડી ગયો હતો અને કોણી નો સાંધો ઘસાયી ને ખરાબ થયી ગયેલ.

તેમણે ડૉ.સોહમ પટેલ ને બતાવતા તેમને ઓપરેશન ની સલાહ આપેલ. ત્યારબાદ સાંઈ હોસ્પિટલમા તેમનુ હાથની કોણીનું જોઈન્ટ રિપ્લેસમેન્ટ સફળતાપૂર્વક કરવામા આવ્યું હતું.

ઓપરેશન બાદ દર્દી સરળતા થી હાથ ની મુવમેન્ટ કરી શકે છે. કોણી નો સાંધો દુખાવા રહિત બન્યો છે.

જેથી 20 વર્ષ બાદ દર્દીએ રાહત નો શ્વાસ લીધેલ છે.

ડો.સોહમ પટેલ એ જોઈન્ટ રિપ્લેસમેન્ટની તાલીમ જર્મનીથી લીધેલ છે. તેમણે આવા અનેક જટિલ અઘરા ઓપરેશન લુણાવાડા ખાતે કરેલ છે. જેથી હવે મહીસાગરના દર્દી ઓ ને અમદાવાદ બરોડા જવાની જરૂર નહિ પડે.

[wptube id="1252022"]
Back to top button