AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં ધર્મજાગરણ સમન્વય સમિતિ દ્વારા ગણેશજીની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)નાં ધર્મ જાગરણ વિભાગ દ્વારા  સનાતન ધર્મ અંગે જાગૃતિ લાવવા તથા લોકોને ધર્મથી પરિચિત કરાવવાનાં હેતુથી અનેક પ્રયાસ કરવામાં આવે છે.તેમજ ગણેશોત્સવની ઉજવણી માટે દર વર્ષે ગણેશ ચતુર્થીનાં પાવન પર્વ નિમિત્તે ગણેશજીની મૂર્તિનું વિતરણ કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે પણ ડાંગ જિલ્લામાં ગામે ગામ ગણેશજીની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું હતુ.ધર્મજાગરણ સમન્વય વિભાગ દ્વારા ગામોમાં ગણેશ ઉત્સવ નિમિત્તે ડાંગના ગ્રામ્ય વિસ્તારના લોકોને ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે ૧૫૦ જેટલી ગણેશજીની મૂર્તિ વિતરણ કરવામાં આવી હતી.જેમાં ધર્મ જાગરણ સમિતિનાં હોદ્દેદારો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..

[wptube id="1252022"]
Back to top button