
તારીખ ૨ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાયેલ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ એન.એમ.એમ.એસ પરીક્ષા ૨૦૨૨-૨૩ માં શ્રી પાનાચંદ ખેમચંદ સાર્વજનિક હાઈસ્કૂલ ડેરોલ સ્ટેશનના ધોરણ આંઠ મા અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થી ભાઈ બહેનો રોનક રયજીભાઈ બારીયા કુ.પુષ્ટિ અંકિતકુમાર દેસાઈ અને જયદીપ કુમાર મુકેશભાઈ સંગાડા ને મેરીટમાં આવવા બદલ શાળા પરિવાર અને ડેરોલ સ્ટેશન વિકાસ મંડળ અભિનંદન પાઠવે છે.રોનક રયજીભાઈ ૧૪૯ માર્ક સાથે જિલ્લા માં બીજા નંબરે અને કાલોલ તાલુકા માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે જ્યારે કુ.પુષ્ટિ અંકિતકુમાર દેસાઈએ ૧૧૨ માર્ક અને સંગાડા જયદીપ મુકેશભાઈએ ૯૮ માર્ક પ્રાપ્ત કરેલ છે.આ ત્રણેય ભાઈ બહેનોને ધોરણ ૧૨ સુધી દર વર્ષે ૧૨૦૦૦/-જેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. આ ત્રણેય ભાઈ બહેનોને શાળા પરિવાર અભિનંદન પાઠવીને ગૌરવની લાગણી અનુભવે છે.










