
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
પુર્ણા યોજના અંતર્ગત સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો મહીસાગર જિલ્લાના લુણાવાડા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો

આજે મહિલાઓ માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ ઉપલબ્ધ છે- જિલ્લા પંચાયત પ્રમુખ
સુપોષિત કિશોરીઓ જેઓનું હિમોગ્લોબીન સારું હોય તેમને પૂર્ણા કપ આપીને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા
મહિલાઓ પગભર બને, સમાજમાં સન્માન ભર્યું જીવન જીવી શકે અને બાળપણ તથા યુવાવસ્થાથી જ તેમને લગતી યોજનાઓ અને કાયદાઓની માહિતી મળે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત “કિશોરીઓ કુશળ બનો” તે સુત્રને સાર્થક કરવા માટે પુર્ણા યોજના અંતર્ગત ‘સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળા’ઓનું સમગ્ર ગુજરાતમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ અને મહિસાગર કલેકટરની ઉપસ્થિતિમાં મોતીબાગ પાર્ટી પ્લોટ ,લુણાવાડા ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહિસાગર જિલ્લા પંચાયત પ્રમુખ એ જણાવ્યું હતું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક આઈ. સી. ડી. એસ ખાતે વર્ષ ૨૦૧૮-૧૯ થી પૂર્ણા યોજના અમલમાં છે .કિશોરીઓ કુશળ બનો” તે સુત્રને સાર્થક કરવા સરકાર કિશોરીઓ તથા મહિલાઓની તમામ સમસ્યાઓ નિવારવા હંમેશા પ્રયત્નશીલ છે. આજે મહિલાઓ માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ ઉપલબ્ધ છે ત્યારે મહિલાઓ અને કિશોરીઓ વિવિધ વિભાગ હેઠળની આ યોજનાઓ વિશે જાણે અને તેનો લાભ મેળવે તેમજ અન્ય જરૂરિયાતમંદ મહિલાઓને આ યોજનાઓની માહિતી આપી તેમને આ યોજનાઓનો લાભ લેવા માટે પ્રેરે તેવો આ કિશોરી મેળાનો હેતુ છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે તરુણીઓ સ્વસ્થ જીવનની દિશામાં વિશ્વાસ પૂર્વક પગલાં માડી શકે તે માટે પૂર્ણા યોજના અમલમાં છે.








