LUNAWADAMAHISAGAR

વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચુટણી યોજાઇ

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચુટણી યોજાઇ.

વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંધની વ્યક્તિ પ્રતિનિધિ તેમજ મંડળી પ્રતિનિધિની ચુંટણી યોજાઇ ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક કમીટીના સરકારી તેમજ રજીસ્ટારના સભ્ય મળી કુલ ૧૮ પ્રતિનિધિ હોય છે. જેમા વ્યકિત પ્રતિનિધિની ચુટણીમાં ૧૫ સીટ માટે બન્ને પેનલ માંથી ૨૫ ઉમેદવારો મેદાને હતા જેમા ૧૪ ઉમેદવાર ભાજપની વિચાર સરણી વાળી પેનલના વિજય થયા હતા જ્યારે હરીફ પેનલમાંથી ૧ ઉમેદવાર વિજય થયો હતો ત્યારબાદ બાદ મંડળી પ્રતિનિધિની ૨૪ તારીખે યોજાયેલી ચુટણીમાં ૧૧ સીટ માટે ૧૬ ઉમેદવારો મેદાને હતા જેમાં ભાજપ વીચાર સરણી ધરાવતા બધા ૧૧ ઉમેદવારો એ વિજય મેળવતા ૨૬ વિજેતા ઉમેદવારમાં થી એકજ હરીફ પેનલના ઉમેદવાર ચુંટાયા હતાં. વ્યક્તિ પ્રતિનિધિ ના ૧૫ માંથી ત્રણ તેમજ ૧૫ મંડળી પ્રતિનિધિ ત્રણ સરકારી તેમજ એક રજિસ્ટર ઓફિસના મળી કુલ ૧૮ વ્યવસ્થાપકના સભ્યો મળી ચેરમેન વા.ચેરમેનની નિમણૂક કરવામાં આવશે..

[wptube id="1252022"]
Back to top button