સંતરામપુર નજીક સીલ બેલ્ટ નો મેમો આપતા આઠ લોકો પોલીસ પર તૂટી પડ્યા, પથ્થર મારામાં ત્રણ પોલીસ ઇજાગ્રસ્ત

સંતરામપુર= અમિન કોઠારી
મહીસાગરમાં આવેલા સંતરામપુર ના વાંજીયાખૂટ નજીક સીટ બેલ્ટનો મેમો આપતા 8 લોકો પોલીસ પર તૂટી પડ્યા, પથ્થરમારામાં 3 પોલીસકર્મી ઈજાગ્રસ્ત
મહીસાગર:
સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર……
મહીસાગરના સંતરામપુરમાં પોલીસ પર હુમલાનો ચોંકાવનારો મામલો સામે આવી રહ્યો છે. વાહન ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા કાર ચાલકને સીટ બેલ્ટ બાબતે મેમો આપવામાં આવતા બબાલ કરી હતી અને પોલીસની વાન પર જ પથ્થર મારો કરી દીધો હતો. પોલીસ દ્વારા બચાવમાં ઘટનાનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો, જે હવે સામે આવી રહ્યો છે.
સીટ બેલ્ટનો મેમો આપતા બબાલ થવા પામી હતી.
વિગતો મુજબ, સંતરામપુરના વાંજીયા ફૂટ ખાતે પોલીસ ચેકિંગમાં હતી. તે દરમિયાન તેમણે એક ઈકો કારને અટકાવી હતી. જેમાં ઠસો ઠસ લોકો બેઠેલો હતા. ત્યારે પોલીસ દ્વારા ચાલકને સીટ બેલ્ટ ન બાંધ્યો હોવાથી મેમો આપવામાં આવ્યો હતો. જે બાદ કારમાં બેઠેલા લોકો અને પોલીસ વચ્ચે બબાલ થઈ હતી. ગાડીમાંથી આઠ ઈસમોએ ઉતરીને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જ્યારે ગાડીમાં બેઠેલી મહિલાઓએ અચાનક પોલીસ વાન પર પથ્થરમારો કર્યો હતો.
ડ્રાઈવર સહિત ત્રણ પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા,
આ ઘટનામાં ફરજ બજાવતા પોલીસ જવાન સહિત ડ્રાઇવરને લાકડી મારી ત્રણ પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા પંચમહાલના આઠ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








