LUNAWADAMAHISAGAR

ગઢ મહોલ્લા લુણાવાડા ખાતે ઈ ચૂંટણી કાર્ડ વિતરણ તેમજ સન્માન કાર્યક્રમ યોજાયો

આસીફ શેખ લુણાવાડા

ગઢ મહોલ્લા લુણાવાડા ખાતે ઈ ચૂંટણી કાર્ડ વિતરણ તેમજ સન્માન કાર્યક્રમ યોજાયો

તારીખ 10/12/2023 રવિવારના રોજ સાંજે 6 વાગ્યે ગઢ મહોલ્લા લુણાવાડા ખાતે વોર્ડ નં 2 વિસ્તારમાં ઓગસ્ટ 2023 માં ફોર્મ નં 6 ભર્યા હતા તેવાં નવાં યુવા 12 જેટલાં મતદારોનાં ઈ ચૂંટણીકાર્ડ વિતરણ લુણાવાડા નાં ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ સાહેબ દહેગામ બેસણામાં ગયાં હોવાથી તેમનાં પ્રતિનિધિ મંડળ તરીકે કોંગ્રેસ પક્ષના સુરેશભાઈ પટેલ, પ્રતાપસિંહ સોલંકી, જગદીશભાઈ ખાંટ, રાજેશભાઈ ખાંટ, જગદીશભાઈ સોલંકી, કમલભાઈ ખાંટ, સરફરાઝભાઈ પટેલ, ન‌ઈમભાઈ શેખ, મુસ્તાકભાઈ અરબ અને મહંમદજાફર અરબ નાં હસ્તે ઈ ચૂંટણીકાર્ડ વિતરણ અને ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું તેમજ આવનારાં તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ અને ફુલહાર પહેરાવી સમાજનાં આગેવાનો ભાઈઓ, લશ્કરી યંગ સર્કલ ગ્રુપ નાં તમામ મેમ્બરો ઉપરાંત વિસ્તારનાં યુવા ભાઈઓ દ્વારા સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું સાથે સાથે લશ્કરી યંગ સર્કલ ગ્રુપ ગઢ મહોલ્લા, ગઢ મહોલ્લા વિસ્તારનાં આગેવાનો, યુવાનો અને સિનિયર સિટીઝન ભાઈઓ, હઝરત સૈયદ ગ્યાસુદ્દીન અહેમદ લશ્કરી બાબા દરગાહના ખાદિમ મહેબુબભાઈ મલેક અને આયોજક સામાજિક કાર્યકર મહંમદજાફર અરબ નું પણ આ પ્રતિનિધિ મંડળ દ્વારા ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ગઢ મહોલ્લા વિસ્તારનાં આગેવાનો ભાઈઓ, ઉપરાંત વિસ્તારનાં ભાઈઓ અને બહેનો ખાસ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને સફળ બનાવવા મહત્વનું યોગદાન આપ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button