LUNAWADAMAHISAGAR

શાળા પ્રવેશોત્સવ: ઉજવણી ઉજ્જવળ ભવિષ્યનીવીડિયો કોન્ફરન્સમાં મહીસાગર જિલ્લા કલેક્ટર સહિતના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

 

શાળા પ્રવેશોત્સવ: ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ

વીડિયો કોન્ફરન્સમાં મહીસાગર જિલ્લા કલેક્ટર સહિતના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

રાજ્યનો શાળા પ્રવેશોત્સવ આગામી ૧૨, ૧૩ અને ૧૪ જૂન દરમિયાન યોજાવા જઇ રહ્યો છે. જે અંતર્ગત આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે મહિસાગર જિલ્લા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે મહીસાગર જિલ્લા કલેક્ટર સહિતના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવને લઈને કરવામાં આવેલી તૈયારીઓ અને આયોજનની જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા કરી જિલ્લાની શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે થયેલી વિશેષ કામગીરીની શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો દ્વારા યોગ્ય નિરિક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા સાથે શાળા પ્રવેશોત્સવ ખરા અર્થમાં પ્રવેશોત્સવ એક જ્ઞાનયજ્ઞ બની રહે તે જોવા તમામ અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. કેટલાંક રચનાત્મક સૂચનો સાથે ખૂટતી કડીઓને જોડવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

[wptube id="1252022"]
Back to top button