
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લાના લુણાવાડા આદર્શ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

મહીસાગર જિલ્લાના લુણાવાડા આદર્શ વિદ્યાલય ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર અને પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આદર્શ વિદ્યાલય ખાતે ઉપસ્થિત મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. દીપ પ્રાગટ્યથી કાર્યક્મની શરુઆત કરવામાં આવેલ તથા તુલસીના છોડ દ્વારા મહાનુભવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આદર્શ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.
નાયબ વન સંરક્ષક નેવિલ ચૌધરીએ પર્યાવરણ દિવસ ઉજવણી અંતર્ગત જણાવ્યું હતું કે , પ્લાસ્ટિક પોલ્યુશન થીમ આધારિત વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આ પ્લાસ્ટિક નિકાલ કરવાની જવાબદારી આપડી છે અને શક્ય હોય એટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરી પર્યાવરણનું જતન કરવાની આપણી જવાબદારી નિભાવીએ.
ત્યારબાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આદર્શ વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સંદેશો આપવામાં આવ્યો હતો કે પર્યાવરણની જાળવણી કરી આપણે સૌ આપણી જવાબદારીનું વહન કરી ભાવિ પેઢીને કુદરતીના અનમોલ ખજાનાને સોપીએ તથા તેઓને પણ તેની જાળવણી કરવા પ્રેરિત કરીએ.








