MORBI:મોરબી પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઇ શહેરમાં સઘન ચેકીંગ કરાયું :પીધેલા કેટલા ઝડપાયા જાણો અહીં..

મોરબી પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઇ શહેરમાં સઘન ચેકીંગ કરાયું :પીધેલા કેટલા ઝડપાયા જાણો અહીં..
મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોરબીમાં થર્ટી ફર્સ્ટને લઈને છેલ્લા એક સપ્તાહથી સઘન બંદોબસ્ત ગોઠવી દીધો છે ત્યારે મોરબી જીલ્લા પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને લઈને ચાંપતો બંદોબસ્ત ગોઠવી સઘન ચેકીંગ હાથ ધરી કુલ 17 પીધેલાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
31 ડિસરમબરને અનુસંધાને મોરબીમાં પોલીસે મોરબી શહેર તેમજ જિલ્લામાં પ્રવેશતા તમામ માર્ગો પર સઘન ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં વિવિધ જગ્યાએ ચેક પોસ્ટ ઊભી કરીને મોરબી જિલ્લાના 300 થી વધુ જવાનો અને અધિકારીઓ દ્વારા વાહન ચેકીંગ તેમજ થર્મલ ગન દ્વારા કેફી પ્રવાહી પીધેલાનું ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં મોરબી એ ડિવિઝન 03 વ્યક્તિ,મોરબી તાલુકા પોલીસ મથકમાં 09 વ્યક્તિ, મોરબી બી ડિવિઝનમાં 03 વ્યક્તિ, હળવદમાં 02 વ્યક્તિ મળી જિલ્લામાંથી કુલ 17 વ્યક્તિઓ પકડાયા હતા તથા આ સિવાય ડ્રીંક એન્ડ ડ્રાઇવમાં બે વ્યક્તિઓ પકડાયા હતા.