MAHISAGARSANTRAMPUR

મહિસાગર જિલ્લામાં તમામ હાઇ-વે ઉપરની હોટલો, મોલ,શોપીંગ સેન્ટર, ધર્મશાળાઓ,પેટ્રોલ પંપો, ટોલ પ્લાઝાઓ, વિગેરે સ્થળો ખાતે સી.સી.ટી.વી. કેમેરા લગાવવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

રિપોર્ટર…
અમિન કોઠારી= સંતરામપુર
તા.૨૮/૬/૨૩

મહિસાગર જિલ્લામાં તમામ હાઇ-વે ઉપરની હોટલો, મોલ,શોપીંગ સેન્ટર, ધર્મશાળાઓ,પેટ્રોલ પંપો, ટોલ પ્લાઝાઓ, વિગેરે સ્થળો ખાતે સી.સી.ટી.વી. કેમેરા લગાવવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

માહિતી બ્યુરો મહિસાગર,

અસામાજીક તત્વો ધ્વારા આચરવામાં આવતી ગુન્હાકીય પ્રવૃત્તિઓના કારણે જાહેર સલામતી સુરક્ષાતેમજ શાંતીનું વાતાવરણ જોખમાવાના કારણે આમ નાગરીકો જાહેર જનતા, પ્રજામાં, અસલામતી, અસુરક્ષાનો માહોલ ફેલાય છે, આ પ્રકારના તત્વોને નિયંત્રણમાં લેવા મહીસાગર જિલ્લામાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.વી.લટા દ્રારા જિલ્લાની હદ વિસ્તારમાં આવેલ તમામ હાઇ-વે ઉપરની હોટલો, મોલ,શોપીંગ સેન્ટર, ધર્મશાળાઓ,પેટ્રોલ પંપો, ટોલ પ્લાઝાઓ, વિગેરે સ્થળો ખાતે સી.સી.ટી.વી. કેમેરા (નાઇટવિઝન તથા હાઇડેફીનેશન) વીથ રેકોડીંગ સીસ્ટમ રાખવા અને તમામ અસામાજીક પ્રવૃત્તિઓ ઉપર મહદઅંશે અંકુશમાં લઈ શકાય તે અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
જિલ્લામાં આવેલ તમામ પેટ્રોલ પંપો ખાતેના ફીલીગ સ્ટેશન ઉપર તથા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ દુકાનો ઉપર તથા હોટલોના ભોજન કક્ષ તથા બાજુમાં આવેલ દુકાનો ઉપર તથા હાઈ–વે ઉપર આવેલ તમામ ટોલ પ્લાઝા ઉપર વાહનનો રજીસ્ટ્રેશન નંબર સ્પષ્ટ રીતે દેખાય તે રીતે, તેમજ મોલ તથા શોપીંગ સેન્ટરમાં આવતા જતા માણસોની અવર-જવર પર દેખરેખ રાખી શકાય અને વાહનચોરી તથા ચીલઝડપ તથા ધાડ-લૂંટ જેવા ગંભીર ગુના આચરતા ઈસમો પર નિગરાની રાખી શકાય તથા વાહન ચાલક તથા તેની બાજુમા વ્યક્તિનું વિડીઓ રેકોડીંગ થઈ શકે તે રીતે સી.સી.ટી.વી. કેમેરા નાઇટવીઝન કેમેરા(હાઇડેફીનેશન)સાથે ગોઠવવાના રહેશે,સી.સી.ટી.વી., નાઈટવીઝન કેમેરા (હાઈડેફીનેશન) વીથ રેકોડીંગ સીસ્ટમની વ્યવસ્થા કરવાની રહેશે,સી.સી.ટી.વીકેમેરાનો ડેટા ઓછામાં ઓછા ૧૫ દિવસ સુધી સંગ્રહ કરવા તથા તે જોવાની જવાબદારી જે તે જગ્યાના સંચાલકશ્રીની રહેશે, બિલ્ડીંગના બહારના ભાગે પી.ટી.ઝેડ. કેમેરા ગોઠવવા,તમામ પાર્કિંગની જગ્યાઓમાં સંપૂર્ણ જગ્યાનું કવરેજ થાય તે રીતે કેમેરા ગોઠવવા, રીસેપ્શન સેન્ટર, લોબી, બેઝમેન્ટ તથા જાહેર પ્રજા માટે જયાં પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓનું સંપૂર્ણ કવરેજ થાય તે રીતે કેમેરાઓ ગોઠવવા.
આ જાહેરનામાંનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે,

[wptube id="1252022"]
Back to top button