
આસીફ શેખ લુણાવાડા
આજરોજ મહીસાગર જીલ્લાના બાલાસિનોર ખાતે બાલાસિનોર વિધાનસભામા ભારતીય જનતા પાર્ટીનું નુતન વર્ષ સ્નેહમિલન યોજાયું. જેમાં પ્રદેશ ઉપાઘ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયાજી, મહિસાગર જિલ્લા પ્રભારી મંત્રી માનનીય બચુભાઈ ખાબડજી, માનનીય,જિલ્લા સંગઠન પ્રભારી કનુભાઈ પટેલજી,કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબ મહીસાગર જિલ્લા પ્રમુખ પંચમહાલ લોકસભાના સાંસદની પ્રેરક ઉપસ્થિતિમા નવા વર્ષે સ્નેહ મિલન સન્માન સમારંભ યોજાયો. સાથે નવા વર્ષની સૌને શુભકામનાઓ પાઠવી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલ, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય શિક્ષણ સમિતિના ચેરમેન , તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, શક્તિ કેન્દ્રના સંયોજક મિત્રો શક્તિ કેન્દ્ર પ્રભારી સરપંચ, બુથ પ્રમુખ પેજ કમિટીના સભ્યો તથા સમસ્ત વિધાનસભા વિસ્તારમાંથી સિનિયર કાર્યકર્તા ભાઈઓ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








