
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
મહિસાગર જિલ્લાનાં લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આયુષ મેળો યોજાયો
મફત આયુર્વેદ અને હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પ

આઝાદિ કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત,મહીસાગર તથા ધન્વંતરિ આયુર્વેદ કોલેજ અને કોયડમ હોસ્પિટલ મહીસાગર દ્વારા આયોજિત અર્બન હેલ્થ સેન્ટર, ડો.પોલાન સ્કૂલ પાસે, લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર અને જિલ્લા કલેટર ભાવિન પંડ્યાની ની ઉપસ્થિતમાં આયુષ મેળો યોજાયો
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર જણાવ્યું હતું કે , આરોગ્યલક્ષી પ્રશ્નોનું નિવારણ માટે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન એવી ઈચ્છા છે કે લોકો આયુર્વેદ દવા તરફ પ્રેરાય અને વધુ ને વધુ લોકો આયુર્વેદ નો લાભ લે. કોરોનામાં કપરા સમય અનેક લોકોએ આયુર્વેદ દવાના ઉપયોગથી લોકોને ફાયદો થયો છે.જે આયુર્વેદીક દવાની ઉપયોગિતાનું પ્રમાણ છે.
વધુમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતીએ જણાવ્યું હતું કે ,આયુર્વેદ દવા ધીમે ધીમે અસર કરે છે પરંતુ તેની કોઈ આડઅસર નથી જેથી દરેક લોકોએ આયુર્વેદ દવાનો ઉપયોગ કરવો જોઈએ.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું .
આયુષ મેળાના દિવસે બાળાઓ દ્વારા યોગ પ્રદર્શન કરવામાં આવ્યું હતું .ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ આયુર્વેદ સ્ટોલ ની મુલાકાત લીધી હતી .








