LUNAWADAMAHISAGAR

લુણાવાડા કન્યાશાળા ખાતે જિલ્લા કલેક્ટરના હસ્તે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

લુણાવાડા કન્યાશાળા ખાતે જિલ્લા કલેક્ટરના હસ્તે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

શાળાઓમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સેવાભાવી દાતાઓ જરૂરીયાતમંદ બાળકોના ભણતરમાં મદદરૂપ થવા માટે સેવાની સરવાણી વહાવે છે ત્યારે મહીસાગર જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સેવાભાવી સંસ્થા પરમેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લુણાવાડા કન્યાશાળા અને બ્રાન્ચ શાળા ૧ના 200થી વધુ બાળકોને શૈક્ષણિક કીટ સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો. સાથે સાથે સંસ્થા દ્વારા 3000 જેટલા ફૂલસ્કેપ બુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.

બાળકોને પ્રગતિમય ભવિષ્યની શુભેચ્છા પાઠવતા જિલ્લા કલેકટરે છેલ્લા તેર વર્ષથી કાર્યરત પરમેશ્વર ટ્રસ્ટની સેવાકીય પ્રવુત્તિઓને બિરદાવી મેનેજીંગ ટ્રસ્ટી જાગૃતિ દવે, ટ્રસ્ટી  ઉદયકુમાર દવે, સહયોગી બહેનો, સેવાભાવી દાતાઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બીઆરસી,સીઆરસી, શિક્ષક સહિત સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સેવાભાવી સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ જાગૃતિ દવે દ્વારા 3૫0 બાળકોને ગણવેશ વિતરણની જાહેરાત કરવામાં આવી હતી જેને ઉપસ્થિત સૌએ તાળીઓથી વધાવી હતી.

[wptube id="1252022"]
Back to top button