
કડાણા તાલુકાના અમથાણી ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથનું ઉષ્માભેર સ્વાગત કરાયું

કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા હેતુથી ચાલુ કરવામાં આવેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું મહિસાગરના કડાણા તાલુકાના અમથાણી ગામે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યુ.
કેન્દ્ર અને રાજય સરકારની વિભિન્ન જનસુખાકારી-લોકકલ્યાણકારી યોજનાઓથી જન-જનને વધુમાં વધુ અવગત કરવામાં આવે તેવા શુભ આશયથી પ્રારંભાયેલ ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’માં સૌ ગ્રામજનોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો, દેશ અને રાજ્યને આત્મનિર્ભર બનાવવાના શપથ લીધા.
આ વેળાએ દેશના વિવિધ રાજ્યોમાંથી કાર્યક્રમમાં જોડાયેલા લાભાર્થીઓ સાથે વડાપ્રધાન જીવંત સંવાદ કર્યો હતો, જેનું ઉપસ્થિત સૌએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. કાર્યક્રમના અંતે ડ્રોન ટેકનોલોજીનો ખેતીમાં ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે જીવંત રજુઆત કરવામાં આવી.
આ પ્રસંગે ઉપસ્થિત મહિસાગર જિલ્લા પુર્વ પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોરે જણાવ્યું હતું કે, સૌ લોકો વધુમાં વધુ સરકારી યોજનાઓ વિશે જાણે અને તેનો લાભ પ્રાપ્ત કરે તેવા શુભ હેતુ સાથે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ આપણા ગુજરાતને ચોક્કસ લોક કલ્યાણનું પર્યાય બનાવશે.








