LUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લાના વર્ગ-૧,૨ ના તમામ અધિકારીઓની ચિંતન શિબિર માનગઢ ખાતે યોજાઈ

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લાના વર્ગ-૧,૨ ના તમામ અધિકારીઓની ચિંતન શિબિર માનગઢ ખાતે યોજાઈ

જો શારીરિક માનસિક સ્વસ્થ હશો, અને સામાન્ય માણસ માટે વિચારશો તો જરૂર સફળ અધિકારી બનશો – કલેકટર

મહીસાગર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મહીસાગર જિલ્લાના વર્ગ-૧,૨ નાં તમામ અધિકારીઓની ચિંતન શિબિર માનગઢ ધામ ખાતે યોજાઈ.

જેમાં અધિકારીઓને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચે બેલેન્સ થી માંડી સંતોષકારક જીવન જીવવા અંગેના વિષયોમાં વિસ્તારપૂર્વક તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત દરમિયાન જિલ્લા અધિકારીઓને અધિકારી તરીકે સામાન્ય માણસનું વિચારો અને કાયદાની મર્યાદામાં રહી તેમને ધક્કા ખાવા ન પડે તે રીતે તરત જ તેમનું કાર્ય કરી આપો , કાયદો અને જી આર એ સામાન્ય માણસના જીવન ધોરણમાં સુધારો લાવવા વ્યવસ્થાના ભાગરૂપ છે નહિ કે તેમને ડરાવવા – ધમકાવવા તેવું કલેકટર મહીસાગર દ્વારા જણાવાયું હતું.

મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ અધિકારીઓને તેમના માનસિક સ્વાસ્થ્ય ઉપર કામ કરી માનસિક રીતે સશક્ત બનવા જણાવાયું

ઉપસ્થિત વિવિધ વિષયોના તજજ્ઞો દ્વારા શારીરિક,માનસિક ,આરોગ્યલક્ષી , સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું . કાર્યક્રમના ભાગરૂપે જિલ્લાના તમામ અધિકારીઓ પગપાળા માનગઢ ધામની મુલાકાત કરી હતી.

આ ચિંતન શિબિરમાં જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button