LUNAWADAMAHISAGAR

વિરપુરના બાર આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા માતા તપાસણી સહિત ABHA કાર્ડ તેમજ PMJAY કાર્ડનો કેમ્પ યોજાયો.

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

વિરપુરના બાર આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા માતા તપાસણી સહિત ABHA કાર્ડ તેમજ PMJAY કાર્ડનો કેમ્પ યોજાયો.

વિરપુર તાલુકાના બાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા માતા માટે તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ બાર ગામની આસપાસના ગામોની ૪૬ સગર્ભા માતાઓની તપાસણી-સારવાર કરી તેમને જરૂરી સલાહ સુચન ઉપરાંત દવા તેમજ પ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમ હેઠળ ૬૦ જેટલા આયુષ્યમાન ભારત આરોગ્ય એકાઉન્ટ કાર્ડ તેમજ pmjay ક્લેમ પણ લાભાર્થીઓને કાઢી આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી બાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો..

[wptube id="1252022"]
Back to top button