LUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં વેલણવાળા ગામે પ્રાકૃતિક ખેતી અંગેનું ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં વેલણવાળા ગામે પ્રાકૃતિક ખેતી અંગેનું ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં વેલણવાળા ગામે કે કે કોર્પોરેશન તેમજ આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી ખાતાના સહયોગથી પ્રાકૃતિક ખેતી અંગે નું ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું

આ કાર્યક્રમમાં હાલ ખેડૂતો દ્વારા રાસાયણિક ખેતીથી અનાજનું ઉત્પાદન કરવામાં આવે છે જે લોકો માટે ઝેર સમાન છે જે છોડીને ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને પોતાને તેમજ ભાવિ પેઢીને ઝેર મુક્ત અનાજ પુરુ પાડી તેમને સુરક્ષિત કરવા જણાવ્યું હતું આ ખેતી દ્વારા ધરતી માતાની ફળદ્રુપતા બચાવીને બંજર થતી અટકાવી શકાશે તેમજ આ પ્રમાણે ખેતી કરવાથી ખેડૂતોને ખેતી ખર્ચ તેમજ દેશ નું હૂંડિયામણ પણ બચશે વગેરે બાબતો વિશે માર્ગદર્શન અપાયુ .

રાજ્ય સંયોજક દ્વારા પણ ખેડૂતોને તેમના પ્રાકૃતિક ખેત પેદાશોનું મૂલ્ય વર્ધન કરી એના દ્વારા વધારે આવક મેળવવા માટેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને મુખ્યત્વે પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને શપથ લેવડાવ્યા હતા

[wptube id="1252022"]
Back to top button