
આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ડોલરીયા ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર- કમ પ્રદર્શન યોજાયો

પશુપાલન ખાતું,ગુજરાત રાજ્ય ગાંધીનગર, પશુપાલન શાખા- જિલ્લા પંચાયત મહીસાગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર- કમ પ્રદર્શન ખાનપુર તાલુકાના ડોલરીયા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બી કે પટેલના અધ્યક્ષસ્થાને અને લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને તાલુકા પંચાયત પ્રમુખ રશ્મિકાબેનની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું. આ શિબિરમાં જિલ્લામાંથી 300 થી વધુ પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે આદર્શ પશુપાલન કરી પશુપાલનમાંથી થતી આવક બમણી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખએ ખેડૂતો અને પશુપાલકો માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે જેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે પશુપાલકોને પશુ ચિકિત્સકોની સલાહ મેળવી વૈજ્ઞાનિક ઢબથી પશુપાલન કરવા અપીલ કરી હતી.
આ શિબિરમાં પશુ ચિકિત્સકોએ આદર્શ પશુપાલન થકી આવક વૃધ્ધિ, પશુ રસીકરણ, પશુ રોગચાળાનુ નિયંત્રણ અને સારવાર, પાડી વાછરડી ઉછેર, પશુઆહાર અને માવજત, સ્વચ્છતા, દૂધની ગુણવત્તા, પશુઓનો ગુણવત્તાયુક્ત ખોરાક, સરકારની યોજનાઓ અંગે પશુપાલકો માર્ગદર્શન અને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.








