
આસીફ લુણાવાડા
મહીસાગર જિલ્લાના ચૂથાના મુવાડા ગામ ખાતે વાનગી નિદર્શન સ્પર્ધા યોજાઇ

ભારતની પરંપરાગત ખેત પેદાશોની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાનની હિમાયતનાં પગલે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ ૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે
તે અંતર્ગત રાજ્ય કક્ષાએથી મિલેટ વર્ષ દરમિયાન મિલેટ માંથી બનતી વિવિધ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ચુથાનાં મુવાડા ગામ ના બહેનો દ્વારા આયોજન કરી ઉજવણી કરેલ હતી જેમાં મિલેટમાંથી બનતી વિવિધ વાનગી બનાવવામાં આવી હતી
આ સ્પર્ધા યોજવાનો મુખ્ય હેતુ આઇ સી ડી એસ નાં તમામ લાભાર્થી તથા છેવાડાના લોકો સુધી મિલેટ તથા તેમાંથી બનતી પોષણયુક્ત વાનગી વિશે જાગૃતતા કેળવવી ,પરંપરાગત ધાન્યના ઉપયોગ અંગે જાગૃતતા ફેલાવવાનો અને ટી એચ આર અંગે ની જાગૃતતા અને તેના ઉપયોગ અંગે પ્રોત્સાહિત કરવાનો છે .








