MORBIMORBI CITY / TALUKO

MORBI -NSSની વાર્ષિક શિબિરમાં આપદા સમયે જીવન સલમાતી સંદર્ભે ડેમોન્સ્ટ્રેશન ની ટ્રેનીંગ આપવામા આવી

MORBI -NSSની વાર્ષિક શિબિરમાં આપદા સમયે જીવન સલમાતી સંદર્ભે ડેમોન્સ્ટ્રેશન ની ટ્રેનીંગ આપવામા આવી

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા જીલ્લા વહીવટી તંત્ર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને યુ.એન.મહેતા આર્ટસ કોલેજ એન એસ એસ વિભાગના સહયોગથી આજે પ્રાથમિક શાળા, ગામ – ખાખરાળા, તાલુકો-મોરબી ખાતે એન એસ એસ ની વાર્ષિક શિબિરમાં “આપદા સમયે જીવન સલામતી” સંદર્ભનું ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ આપવામાં આવી. જેમાં એન એસ એસ યુનિટ તેમજ શાળાના વિદ્યાર્થીઓ તેમજ દરેક સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કુદરતી કે કૃત્રિમ આપદા સમયે કેવી રીતે કામગીરી કરવી, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ બચાવીને બહાર કેવી રીતે કાઢવા, આગ ના લાગે એ માટેના જરૂરી પગલાં, આગ લાગે ત્યારે કેવી રીતે કામગીરી કરવી તેમજ ફાયરના સાધનોથી આગ કેવી રીતે બુઝાવવી એ શિખવાડવામાં આવ્યું.


મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે, ફાયરના સાધનોનું ડેમોન્સટ્રેસન અને કોઈ પણ ફાયર અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર ૧૦૧ વિષે માહિતી આપવામાં આવી તેમજ ફાયર વોટર બ્રાઉઝર દ્વારા ફાયર ફાઈટીંગ નું ડેમોન્સટ્રેશન કરવામાં આવ્યુ હતુ.

[wptube id="1252022"]
Back to top button