
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
સહારા યંગ કમિટી લુણાવાડા દ્વારા માનવ ગરિમા સાધન સહાય યોજના માટે કેમ્પ યોજાયો
તારીખ 11/06/2023, રવિવારના રોજ સાદુલ્લા ખાન હોલ, દારુગરા મહોલ્લા લુણાવાડા ખાતે માનવ ગરિમા સાધન સહાય યોજના માટે કેમ્પ યોજવામાં આવ્યું જેમાં 60 થી વધુ મુસ્લિમ સમાજનાં ભાઈઓ અને બહેનો એ આ કેમ્પનું લાભ મેળવ્યું તેમજ સાથે સાથે ઓનલાઈન ચૂંટણી ઓળખકાર્ડ સુધારણા ફ્રી કેમ્પ માં નવાં રંગીન PVC ચૂંટણી ઓળખકાર્ડ મેળવવા 30 થી વધુ ભાઈઓ અને બહેનોએ લાભ મેળવ્યું આ કેમ્પનું સમગ્ર આયોજન સહારા યંગ કમિટી લુણાવાડા નાં પ્રમુખ અને સામાજિક કાર્યકર મહંમદજાફર અરબ તેમજ કમીટીના સભ્યો ઈમરાનશાહ દિવાન, મહંમદરઝાખાન પઠાણ, મોહંમદ હાશ્મી શેખ, વોલન્ટીયર તરીકે સેવા આપનાર નઈમ પઠાણ, ફરહાન અરબ, મોઈન મલેક, મોહંમદ શેખ વગેરે દ્વારા આ કેમ્પમાં મુસ્લિમ સમાજની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.