MAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકાના રીંછડી ગામના શૌચાલય માં ઊગી નીકળેલા ઝાડી ઝાંખરા

સંતરામપુર તાલુકામાં શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે શૌચાલયો

રિપોર્ટર…
અમીન કોઠારી મહિસાગર

સંતરામપુર તાલુકા ના રીંછડી ગામમાં જાહેર શૌચાલય નજીક ઊગી નીકળેલા ઝાડી ઝાંખરા??!!

 

 

“શોભાના ગાંઠિયા સવાન જોવા મળી રહેલા શૌચાલયો.. ”

પાણી વગરનું શોચાલય  જરજરિત અવસ્થામાં જોવા મળ્યું…

 

 

વાત કરવામાં આવે મહીસાગર જિલ્લાના સંતરામપુર ની તો,
સંતરામપુર તાલુકાના રીછડી ગ્રામ પંચાયત દ્વારા ભારત મિશન હેઠળ આશરે રૂપિયા બે લાખના ખર્ચે જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા હતા ,

પરંતુ સૌચાલય બનાવ્યા પછી આજ દિન સુધી તેનો ઉપયોગ કરાયો નથી અને છેલ્લા ઘણા સમયથી આ જ પરિસ્થિતિ ના કારણે આ સૌચાલયના દરવાજા કોઈ હરામખોર દ્વારા કાઢી લઈ જતા આ શૌચાલય ભંગાર અવસ્થામાં જોવાઈ રહેલ છે .

અત્રે ખાસ ઉલ્લેખનીય બાબતે છે કે, જાહેર શૌચાલયની ગુણવત્તા વગરની કામગીરીને કારણે સરકારના નાણાં વ્યર્થ થઈ રહેલા જોવા મળી રહેલ છે,,

અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે, ગામના સરપંચ દ્વારા જાહેર શૌચાલય તરફ ધ્યાન નહિ આપતા ,,,અત્યારે ચારે બાજુ ઝાડી ઝાંખરા ઉગી નીકળેલા છે….

સંતરામપુર તાલુકાના મોટી સંખ્યામાં આવા શૌચાલય શોભાના ગાંઠીયા જેમ જોવા મળી રહ્યા છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી રહી છે.

આદિવાસી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક બાજુ સરકાર દ્વારા સ્પર્ધા યોજવામાં આવે છે , ખુલ્લામાં સોચક્રિયા નહિ કરવા માટે ભાર મૂકવામાં આવે છે.

સરકાર વિવિધ યોજના હેઠળ લોકોને સહાય કરતી યોજનાઓ પણ અમલી બની છે ત્યારે જાહેરમાં લોકો સોચ ક્રિયા ના કરે તે માટે બનાવેલા લાખો રૂપિયા નો ખર્ચ માંથે પડ્યો હોય તેમ દેખાઈ રહ્યું છે સરકાર ના નાણા નો વેડફાટ થાય પછી આ શૌચાલયનો ઉપયોગ કરી શકાયો નથી એ ..કેટલી મશ્કરી સમાન બાબત ગણાય!!??….

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button