
મધ્યપ્રદેશમાં એક શરમજનક ઘટના સામે આવી છે મામલો સીધી જિલ્લાનો છે, જ્યાં ભાજપના એક નેતા આદિવાસી યુવક પર પેશાબ કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જે યુવક આદિવાસી યુવક પર પેશાબ કરતો જોવા મળે છે, તેનું નામ પ્રવેશ શુક્લા છે. પ્રવેશ શુક્લા ભાજપના ધારાસભ્ય કેદાર શુક્લાનો ધારાસભ્ય પ્રતિનિધિ છે.
જો કે ધારાસભ્ય કેદાર શુક્લાએ આ વાતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે મને સીએમએ પણ પૂછ્યું હતું, તેથી મેં તેમને કહ્યું કે તે મારોપ્રતિનિધિ નથી. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે આ મામલે કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. આ પછી પોલીસે કેસ નોંધ્યો છે.
ઘટનાની ગંભીર નોંધ લેતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે પોલીસને આદેશ આપ્યો હતો કે આરોપી વિરુદ્ધ NSA અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે પ્રવેશ શુક્લાએ આ અમાનવીય કૃત્ય દ્વારા માનવતાને શર્મસાર કરી છે. આરોપીને કડક સજા આપવાનો નિર્દેશ આપ્યો છે. એક ગુનેગાર માત્ર ગુનેગાર છે, પછી ભલે તે જાતિ, ધર્મ અથવા પક્ષનો હોય. સીધી જિલ્લાના DSP પ્રિયા સિંહે એક નિવેદન આપતા કહ્યું છે , “આરોપીની ઓળખ પ્રવેશ શુક્લા તરીકે થઈ છે. આરોપીને શોધવા માટે પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે. કલમ 294,504 IPC અને SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો.”






