ભરૂચ જિલ્લાના જંબુસર નગર માં વિશ્વ વિભૂતિ ડો.બાબા સાહેબ આંબેડકર ના જન્મોત્સવ પ્રસંગે બહુજન એકતા મંચ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આંબેડકર ફળિયાથી લઇ ને જંબુસર કોટ દરવાજા અને ત્યાથી ટંકારી ભાગોળ પ્રમુખ સર્કલ થી જંબુસર ના રાજમાર્ગો પર ફરી ને તાલુકા પંચાયતના કેમ્પસમાં આવી પહોંચી હતી કે જ્યાં ડો.આંબેડકર ની પ્રતિમા એ ફુલહાર પહેરાવી આ રેલી ની પુર્ણાહુતી કરવામાં આવી.
સમગ્ર રેલી દરમિયાન જય ભીમ ના નારા સાથે જંબુસરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.જંબુસર નગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી માનવ મહેરામણ ઉમટી પડયો હતો.નાના ભૂલકાઓ પણ જય ભીમ ની ધજા સાથે રેલીમાં જોડાયા જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.આકરી ગરમીમાં પણ લોકોએ પોતાનો ઉત્સાહ ટકાવી રાખ્યો હતો અને જય ભીમ ના નારા સાથે વાતાવરણ ને ગજવી મૂક્યું હતું.
રેલી ની પુર્ણાહુતી બાદ બહુજન એકતા મંચ દ્વારા એક સભાનું આયોજન કરાયું જેમાં બાબા સાહેબ વિશે એમના કાર્યો વિશે લોકો ને સમજ આપવામાં આવી હતી.
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ