LUNAWADAMAHISAGAR

સંતરામપુર તાલુકાની સગીરાને ભગાડી જઈ અપહરણના ગુન્હામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહીસાગર એડીશ્નલ સેશન્સ જજ પોકસો એકટ હેઠળ ગુના અંગે સંવેદનશીલ

છેલ્લા ૪૧ દિવસમાં રેકોર્ડબ્રેક ૨૨ ચુકાદાઓમાં સજા

સંતરામપુર તાલુકાની સગીરાને ભગાડી જઈ અપહરણના ગુન્હામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ

સંતરામપુર તાલુકાની ૧૫ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી ભગાડી જઈ અપહરણના ગુન્હાનો કેસ મહીસાગર લુણાવાડાના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો. કેસ ચાલી જતા ઈ.પી.કો.કલમ તેમજ પોકસો એકટ હેઠળ ગુનામાં તકસીરવાન ઠરાવીને આરોપી અશ્વિનભાઈ બળવંતભાઈ ભુરીયાને ૨૦ વર્ષની સખત કેદ અને દંડ હુકમનો આદેશ કર્યો છે. મહીસાગર એડીશ્નલ સેશન્સ જજ પોકસો એકટ હેઠળ ગુના અંગે ખૂબ સંવેદનશીલ છે તેમણે છેલ્લા ૪૧ દિવસમાં રેકોર્ડબ્રેક ૨૨ ચુકાદાઓમાં સખત કેદની સજાનો આદેશ કર્યો છે.

આજે આવેલ ચુકાદાના કેસની વિગત મુજબ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ડોળી ગામ આરોપી અશ્વિનભાઈ બળવંતભાઈ ભુરીયાએ સને ૨૦૨૧માં સંતરામપુર તાલુકાની ૧૫ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી ભગાડી જઈ યોન શોષણ કરી ગુન્હો કર્યાનો આરોપી વિરુધ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ તેમજ ઈ.પી.કો.કલમ મુજબ ગુનો નોંધાયો હતો ત્યાર મહીસાગરના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો. કેસ શરૂ થયો હતો. આરોપી વિરુધ્ધ કેસ ચાલી જતા અને સરકાર તરફે સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહય રાખી સ્પે.પોકસો જજ અને એડીશ્નલ સેશન્સ જજ મમતાબેન એમ. પટેલે આરોપી વિરુધ્ધ પુરતા પુરાવા હોઇ સમાજમાં આવા ગુન્હા બનતા અટકાવવા સારું ઈ.પી.કો.કલમ તેમજ પોકસો એકટ હેઠળ આરોપી અશ્વિનભાઈ બળવંતભાઈ ભુરીયાનાઓને ૨૦ વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે વધુમાં ભોગ બનનારને મહીસાગર કાનુની સેવા સત્તા મંડળને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો છે. અત્રે નોંધનીય છે કે સ્પે.પોકસો જજ અને એડીશ્નલ સેશન્સ જજ મમતાબેન એમ. પટેલે જાન્યુઆરી માસમાં પોકસો હેઠળના ૧૬ ચુકાદાઓ આપ્યા છે જેમાં ૧૨ કેસમાં આરોપી વિરુધ્ધ પુરતા પુરાવા હોઇ સમાજમાં આવા ગુન્હા બનતા અટકાવવા સારું સખત કેદની સજાનો આદેશ કર્યો છે જ્યારે ફેબ્રુઆરી માસમાં એકવીસ દિવસમાં ૧૨ ચુકાદામાં ૧૦ કેસમાં આરોપી વિરુધ્ધ પુરતા પુરાવા હોઇ સખત કેદની સજાનો આદેશ કર્યો છે આમ છેલ્લા એકતાલીસ દિવસમાં પોકસો એકટ હેઠળ ૨૮ ચૂકાદાઓમાંથી ૨૨માં સજાનો આદેશ કર્યો છે.

[wptube id="1252022"]
Back to top button