
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં એક ગામની 30 વર્ષીય મહિલાને કુટુંબના માણસોએ મારઝૂડ કરતા 181 ટીમ મદદે પહોંચી

વીરપુર તાલુકામાં એક ગામની 30 વર્ષીય મહિલાને કુટુંબના માણસોએ મારઝૂડ કરી તથા છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આવો ફોન મહિસાગર 181 ટીમને મળ્યો હતો આથી મહીસાગર 181 ટીમ મહિલાને મદદ પહોંચાડવા નીકળી ગઈ ત્યારે મહિલાને ફોનથી સંપર્ક કર્યો તો મહિલા વિરપુર સરકારી હોસ્પિટલ પહોંચી ગઈ હતી આથી 181 ટીમ વીરપુર સરકારી હોસ્પિટલમાં જઈ મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે મહિલા એકલા નાની દીકરી સાથે ઘરે હતા તથા તેમના પતિ ઘરે હાજર ન હતા. અગાઉ ખેતરમાં પાણી મૂકવાની બાબતમાં ઝઘડો થયો હોવાથી કુટુંબીજનોએ મહિલાની ઘરે આવી મહિલાને માથાના ભાગમાં ગડદા પાટુનો માર માર્યો હતો તથા છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો આથી મહિલાને કાયદાકીય માર્ગદર્શન આપ્યું તથા વિરપુર પોલીસ સ્ટેશનમાં કુટુંબીજનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આથી આગળની કાર્યવાહી વીરપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે.








