LUNAWADAMAHISAGAR

મહિસાગર ગ્રામ સ્વાગતમાં ૧૨૯ તથા તાલુકા સ્વાગતમાં ૪૭ અરજદારાશ્રીઓના પ્રશ્નો રૂબરૂ સાંભળી હકારાત્મક નિકાલ કરવામાં આવ્યા

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહિસાગર ગ્રામ સ્વાગતમાં ૧૨૯ તથા તાલુકા સ્વાગતમાં ૪૭ અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળી હકારાત્મક નિકાલ કરવામાં આવ્યા

મહીસાગર જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં લુણાવાડા તાલુકામાં કલેકટર મહીસાગર, સંતરામપુર તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારી , બાલાસિનોર તાલુકામાં પોલીસ અધિક્ષક મહિસાગર, વિરપુર તાલુકામાં નિવાસી અધિક કલેકટર મહિસાગર, કડાણા તાલુકામાં પ્રાયોજના વહીવટદાર મહિસાગર, તથા ખાનપુર તાલુકામાં નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહિસાગરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો. જેમાં ગ્રામ સ્વાગતમાં ૧૨૯ તથા તાલુકા સ્વાગતમાં ૪૭ અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિકાલ કરવામાં આવ્યા

[wptube id="1252022"]
Back to top button