
આસીફ શેખ લુણાવાડા
“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત લુણાવાડા નગરના પ્રવેશ દ્વારોની સફાઈ હાથ ધરવામાં આવી

સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનની સફાઈ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે,ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલનાર છે.
જેમાં મહીસાગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે આજરોજ લુણાવાડા નગરપાલિકાના સફાઈકર્મીઓ દ્વારા નગરના પ્રવેશ દ્વારોની સફાઈ હાથ ધરવામાં આવી હતી. લુણાવાડા નગરપાલિકાના સેનેટરી ઇન્સપેકટર દિલીપસિંહે વેપારીઓ અને નાગરિકોને સહયોગ આપવાની અપીલ સાથે સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો.
વધુમાં જ્યાં ત્યાં કચરો ન ફેંકતા ડોર ટુ ડોર કચરા કલેકશનનું વાહન આવે તેમાં જ કચરો નાખવો જોઈએ અને વાહન ન આવતું હોય તો તે અંગે નગરપાલિકાને જાણ કરવા જણાવ્યું છે. સ્વચ્છતા થી રોગચાળાથી બચી શકાય અને તમામ લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ પોતાનું યોગદાન આપવા આહ્વાન કર્યું છે.








