સંતરામપુર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ધરતીપુત્રો ખુશ ખુશાલ
સંતરામપુર અને તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો.
તા.૨૮/૬/૨૩
રિપોર્ટર..
અમિન કોઠારી :- સંતરામપુર
આ સહયોગ ગરમી ભારે બફારા બાદ ગ્રામ્ય વિસ્તાર સહિત સંતરામપુર નગરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા નગરવાસીઓ તેમજ ધરતી પુત્રોમાં ખુશાલી વાપી જવા પામી છે.
છેલ્લા કેટલાય દિવસના વિરામ બાદ સંતરામપુર નગર સહિત બારેલા રસિકપુર બોડિયા રામ પટેલના મુવાડા ઉખરેલી ભંડારા સાંગાવાડા પાંચમુ જેવા અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ચારેકોર પાણી પાણી થઈ જવા પામ્યું છે.
વરસાદની કાગડોળે રાહ જોતા ધરતીપુત્રોમાં આજે ધીમીધારે સતત દોઢથી બે કલાક વરસી રહેલા વરસાદને કારણે જમીનમાંથી મીઠી મહેક આવતા ખેડૂતોમાં વાવણી હવે સારી થશે એવી ખુશી સાથે તેમના હૃદયમાં ઠંડક વળી જવા પામી છે
સતત વાદળીયું વાતાવરણ ભારે બફારો અને અસહ્ય ગરમીથી કંટાળી ગયેલા સંતરામપુર નગરજનોને પણ મેઘરાજાએ મન મૂકીને વરસતા નગરવાસીઓના મનમાં પણ આનંદ ની લાગણી વરસી જવા પામી છે.








