
વાત્સલ્યમ સમાચાર આસીફ લુણાવાડા
અશરફી ચોક મોડાસાફળી લુણાવાડા માં મદ્રેસા એ નૂરે મોહંમદી નાં મુદરીસ હઝરત મૌલાના ગુલામ દસ્તગીર સાહબ નાં ઉમરાહ જવાની ખુશીમાં ગુલકોશી નો પ્રોગ્રામ યોજાયો જેમાં આ પ્રસંગે હુસૈની મસ્જિદ નાં પેશ ઈમામ હઝરત અલ્લામા વ મૌલાના ઈકરમા સાહબ અશરફી દ્વારા મુખ્તસર બયાન આપવામાં આવ્યું પછી સ્ટેજ પર બેઠેલા મુસ્લિમ સમાજનાં ધર્મગુરુઓ દ્વારા તેમજ અશરફી યંગ કમિટી મોડાસાફળી નાં મેમ્બરો દ્વારા હઝરત મૌલાના ગુલામ દસ્તગીર સાહબ નું જાહેરમાં ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું.
આ પ્રોગ્રામ નું સમગ્ર આયોજન અશરફી યંગ કમિટી મોડાસાફળી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ખુબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજનાં ભાઈઓ અને બહેનો હાજર રહ્યાં હતાં.

[wptube id="1252022"]








