LUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી ભાવિન પંડ્યાના હસ્તે ઇ.વી.એમ મોબાઇલ નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી ભાવિન પંડ્યાના હસ્તે ઇ.વી.એમ મોબાઇલ નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને, મહીસાગર જિલ્લાના મતદારો માટે ઇ.વી.એમ./વીવીપેટના માધ્યમથી પોતાનો કિંમતી મત કેવી રીતે આપવો, તે અંગે લોકોમા જુદા જુદા જાગૃતિ કાર્યક્રમ યોજવામા આવી રહ્યા છે.

જેના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તેવા આશયથી EVMના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો-વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ LED વાનને મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ. મહીસાગર જિલ્લાના તમામ મતદાર વિભાગમાં મોબાઇલ નિદર્શન વાનના માધ્યમથી ઈ.વી.એમ. તથા વી.વી.પેટના નિદર્શનથી મતદાન પ્રક્રિયા અંગે મતદારોને માહિતગાર કરવામાં આવશે.

આ ઇ.વી.એમ. નિદર્શન વાન મહીસાગર જિલ્લાના દરેક બુથ પર જઇને ઇ.વી.એમ./વીવીપેટ શું છે તે અંગેની માહિતી પુરી પાડશે. તેમજ વાનમા રાખવામા આવેલ ઇ.વી.એમ. મશીનના માધ્યમથી મત કઇ રીતે આપી શકાય તેની લોકોને રૂબરૂ જાણકારી આપવામાં આવશે. આ વાન દ્વારા મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયાને સરળ ભાષામાં સમજાવવામા આવશે.

મતદાર પોતે જે નાંમાકિત વ્યક્તિને મત આપવાના છે તેનું નામ, તથા ચિહ્ન ઇ.વી.એમ./વીવીપેટ મશિનમા ક્યાં આવશે, મત આપવા કયા બટનનો ઉપયોગ કરવો, તથા મત જે ઉમેદવારને આપ્યો છે તેને જ મત મળેલ છે કે કેમ તેની ખાતરી કરવા માટે દરેક બુથ દીઠ ઇ.વી.એમ./વીવીપેટ નિદેર્શન વાન માહિતી પુરી પાડશે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.

 

 

 

 

 

[wptube id="1252022"]
Back to top button