આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં તમામ બસ સ્ટેશનની સફાઈ કરાશે
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ગુજરાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે મહીસાગર જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે આગામી બે માસ સુધી વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવનાર છે.
જેના ભાગરૂપે આવતીકાલ તા. ૧૫.૧૦.૨૦૨૩ ના રોજ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ બસ સ્ટેશનની સફાઈ તા. ૧૬-૧૦ ના રોજ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તમામ મ્યુઝીયમ, હેરિટેજ બિલ્ડિંગ, પુરાતત્વીય સાઈટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ જેવા પાણીના સ્ત્રોતોની સફાઈ કરવાની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લાના બસ મથકોની સફાઈનું સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ,ધાર્મિક સંસ્થાઓ અને સ્થાનિક નાગરિકોના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે.








