
મોરબી શહેરના ગેસ્ટ હાઉસ રોડ પર આજે સવારના સુમારે એક કારમાં અચાનક આગ ભભૂકી હતી અને જોતજોતામાં કાર અગનગોળો બની હતી જેથી આસપાસમાં લોકોના જીવ પડીકે બંધાયા હતા જે બનાવ મામલે મોરબી ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયરના જવાનો દોડી ગયા હતા

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર રેડિયો સેન્ટર પાસે વિમલભાઈ રાણપરાની કાર જીજે ૦૩ બીએ ૧૧૩૦ માં આગ ભભૂકી ઉઠી હતી જેથી ફાયર ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી જેથી ફાયર ટીમે રાહતનો શ્વાસ લીધો હતો બનાવને પગલે પોલીસ પણ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો
[wptube id="1252022"]








