NATIONAL

Supreme-Court : હેટ સ્પીચ મુદ્દે ગુજરાત સહિત ચાર રાજ્યોને સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ

દેશભરમાં હેટ સ્પીચની વધતી ઘટનાઓને લઇને સુપ્રીમ કોર્ટે ગુજરાત, કેરળ, નાગાલેન્ડ અને તમિલનાડુને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને જણાવવા કહ્યું છે કે શું તેમણે નોડલ અધિકારી નિયુક્ત કર્યા છે કે નહીં? સુપ્રીમ કોર્ટમાં હવે આ મામલે વધુ સુનાવણી 5 ફેબ્રુઆરી 2024માં થશે.

કેન્દ્ર સરકારે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરીને જણાવ્યુ કે 28 રાજ્યોએ પોતાને ત્યા નોડલ અધિકારી નિયુક્ત કરી દીધા છે. ASG કેએમ નટરાજને કોર્ટને જણાવ્યુ કે ગુજરાત, કેરળ, નાગાલેન્ડ અને પશ્ચિમ બંગાળે હજુ સુધી જવાબ દાખલ કર્યો નથી. નોડલ અધિકારીઓની નિયુક્તિને લઇને પણ જાણકારી નથી. સુપ્રીમ કોર્ટે પૂછ્યુ કે કેટલા રાજ્યોએ પોતાનો જવાબ દાખલ કર્યો છે. બંગાળ સરકારે કોર્ટને જણાવ્યુ કે તેને પોતાને ત્યા નોડલ અધિકારીની નિયુક્તિ કરી દીધી છે.

ASG કેએમ નટરાજે જણાવ્યુ કે 11 ઓક્ટોબરે ગૃહ સચિવે તમામ રાજ્યોની બેઠક બોલાવી હતી અને ભરવામાં આવેલા પગલા અને અનુપાલન રિપોર્ટ દાખલ કરવાની જરૂરીયાત વિશે જાણકારી આપી હતી. જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે અમે રાજ્યોને નોટિસ ફટકારીશું. રાજ્ય જણાવે કે શું નોડલ અધિકારી નિયુક્ત કર્યા છે કે નથી કર્યા.

અરજી કરનાર તરફથી વકીલ નિજામ પાશાએ કહ્યું કે જો કોઇ વ્યક્તિ નફરતી ભાષણ આપે છે તો તેને ફરી સભાને સંબોધિત કરવાની પરવાનગી આપવામાં આવે છે. જસ્ટિસ ખન્નાએ કહ્યું કે અમે વ્યક્તિગત રીતે લડી નથી શકતા, તમે સંબંધિત હાઇકોર્ટમાં જઇ શકો છો.

[wptube id="1252022"]
Back to top button