
તા.૧૭ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો ગુજરાતમાં બેફામ બની ગયા છે. રાજ્યની સરહદમાં જ્યાં ત્યાંથી દારૂ ઘૂસાડવા માટે તેઓ તત્પર છે. આવામાં રાજકોટ જિલ્લાના જેતપુર,જેતપુર તાલુકા અને વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા દારૂના જથ્થાને વિવિધ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે. આમ જેતપુર ડિવિઝન કચેરી હેઠળ આવતી ત્રણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા લાખો રૂપિયાના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

રાજકોટ જીલ્લાના જેતપુર તેમજ તાલુકા અને વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ ૧૧૬ જેટલા ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂનો વિશાળ જથ્થો નાશ કરાયો હતો. ડેપ્યુટી કલેકટર અને જેતપુર ડીવિઝનનના ડીવાયએસપી,મામલતદાર,તેમજ અધિકારી હાજરીમાં જેતપુર તાલુકાના ડેડરવા ગામની સીમ વિસ્તારમાં કુલ રૂ. ૭૦.૭૭ લાખની ૨૩૧૧૧ અંગ્રેજી દારૂની બોટલોને પાથરી તેના પરથી બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા અંગ્રેજી દારૂ પકડાયા બાદ કોર્ટના આદેશથી તેનો આ રીતે નાશ કરવામાં આવે છે.આમ, ગાંધીનાં ગુજરાતમાં દારૂ બંધી તો છે, પરંતુ બુટલેગરો દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવામાં આવતો હોય છે

દારૂના નાશ કરતાં સીમ વિસ્તારમાં દારૂની નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતાં.એ સમયે આ નજારો શરાબી ઓના હૈયા બાળવા જેવી ઘટના બની હતી ઉલ્લેખનીય છે કે, મોટાભાગે જેતપુરમાં બુટલેગરો કારમાં અલગ-અલગ રીતે દારૂની બોટલોની હેરફેર કરતા પકડાય છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં પકડવામાં આવેલા દારુના જથ્થનો નાશ ત્રણ પોલીસ સ્ટેશન દ્વારા બુલડોઝર ફેરવીને કરવામાં આવ્યો હતો.








