
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગ દ્વારા ત્રણ જેટલા ફાયર ફાઈટર મોકલવામાં આવ્યા છે, સાથે જ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. આગની આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે, સાથે 15થી વધુ બાળકોનું રેક્સ્યૂ કરાયું છે. ભીષણ આગની જ્વાળાઓ અને ધુમાડાના દૂર સુધી દેખાયા હતા.છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. એસીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
[wptube id="1252022"]