
ગીર સમનાથ ત્રિવેણી સંગમ ખાતે ગુજરાત આહીર સમાજ ની મીટીંગ યોજાઈ.
વાત્સલ્ય સમાચાર
રિપોર્ટર દાનસીગ વાજા
સુત્રાપાડા તા.19
આજે ગીર સોમનાથ આહિર સમાજ ની મીટીંગ ધારાસભ્ય ભગવાન ભાઇ બારડ ના અધ્યક્ષ સ્થાને બોલાવવા માં આવી હતી.તેમાં ગુજરાત ભર ના આહિર સમાજ નાં મુખ્ય આગેવાનો એ હાજરી આપી હતી ખાસ કરી ને આહિર સમાજ ની જગ્યા ત્રિવેણી અને પ્રાંચી આહીર સમાજનાં બાંધકામ ના હેતુસર મીટીંગ યોજવામાં આવી હતી. તેમાં ખાસ કેબિનેટ મંત્રી મુળુ ભાઇ બેરા સાંસદ પૂનમ બેન જવાહર ચાવડાઅમરીશભાઇ દેર નટુ ભાઇ ભાનું હીરા ભાઈ જોટવા જેવાં નામી અનામી આગેવાનો અને સમાજ સામાજિક અને રાજકીય આગેવાનો ભેગા થયા હતાં.અને માત્ર 2 કલાક માં કરોડો રૂપિયા ની રકમ એકત્ર કરવામાં આવી હતી. અને આવનારા દિવસો માં આ બંને પવિત્ર જગ્યા માં આહીર સમાજ નુ બાંધકામ સરું કરવામાં આવશે તેવું ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ દ્વારા જણાવવામાં આવ્યું હતુ..










