ચેક રીટર્ન કેસમાં આરોપીને સજા તથા રૂા. ૧૦ લાખ વળતર ચુકવવાનો રાજપીપળા કોર્ટનો હુકમ
રાજપીપલા : જુનેદ ખત્રી
પ્રાપ્ત વિગત અનુસાર તુષારભાઈ જગદીશભાઈ પટેલ રહે-લાછરસ તા-નાંદોદ જી.નર્મદા નાએ મૂળ તેમના ગામના અને હાલ વડોદરા રહેતા દીલીપભાઈ ડાહયાભાઈ પટેલ ને જરૂર પડતા ઊછીની રકમ આપેલ તે બદલ દિલીપભાઈ એ તુષારભાઈને ચેક લખી આપેલો જે બેંકમાં રજુ કરતા ચેક રીર્ટન થતા તુષારભાઈ એ દિલીપભાઈને વકીલ માફરતે નોટીસ આપેલ છતા રકમ પરત ન કરતા તુષારભાઈએ વકીલ એમ.જી.કુરેશી મારફતે રાજપીપળા કોર્ટમાં ચેકરીર્ટન અંગે કેસ દાખલ કરેલો જે કેસ ચાલી જતા ફરીયાદી તરફે વકીલ એમ.જી.કુરેશીની દલીલો ગ્રાહયરાખી આરોપી દિલીપભાઈ ડાહયાભાઈ પટેલ રહે-વડોદરા ને ૧ વર્ષ ની સજા તથા રૂા. ૧૦,૦૦,૦૦૦/- ફરીયાદી તુષારભાઈને ચુકવવાનો હુકમ રાજપીપળાના ન્યાયાધિસ એસ.આર.ગર્ગ સાહેબે કરતા ચેક આપીને નાણાનહીં ચુકવતા તત્વોમાં ફફળાટ ફેલાયો છે






