JETPURRAJKOT

જેતપુર એકેડમીના વાર્ષિક મહોત્સવ ની ઉજવણી અંતર્ગત આયોજિત સાંસ્કૃતિક અને વિદ્યાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ

તા.૧૮ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુર એકેડમીના વાર્ષિક મહોત્સવ ની ઉજવણી અંતર્ગત આયોજિત સાંસ્કૃતિક અને વિદ્યાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પર્યાવરણ ક્લાયમેટ ચેન્જ વિભા ના મંત્રી શ્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને સંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાની વિશેષ ઉપસ્થિતિમાં જેતપુર એકેડેમી ખાતે યોજાયો હતો આ જેતપુર એકેડેમી ના વાર્ષિક મહોત્સવ ને દીપપ્રાગટ્ય કરી મંત્રી શ્રી મુળુભાઇ બેરા એ ખુલ્લો મુકેલ અને સંસ્થાના ચેરમેન શ્રી યુવા અગ્રણી પ્રશાંતભાઈ કોરાટે સર્વનું સાલ ઓઢાડી સન્માન કરી આવકારેલ આ પ્રસંગે મંત્રી મુળુ ભાઈ બેરા એ જણાવ્યું હતું કે અંતરિયાળ ગામોમાં પણ શિક્ષણની સુવિધાઓ પૂર્ણ રીતે આપી

સરકારે શિક્ષણ માટેના સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે શાળાઓ અપગ્રેટ થઈ રહી છે અંતરિયાળ ગામો ની શાળાઓમાં શિક્ષકોની ભરતી કરી શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે પણ ખૂબ જ પ્રયાસ કરવામાં આવેલ છે જેના કારણે આજે અંતરિયાળ વિસ્તારો ની સરકારી શાળાઓમાં પણ ખૂબ સારું શિક્ષણ અપાઇ રહ્યું છે તેમ છતાં પણ સરકાર હજુ ઈચ્છે છે કે પી પી પી ના ધોરણે સારી સસ્થા હોઈ અને તેમાં સારું શિક્ષણ અપાઈ રહ્યું હોઈ ત્યાં પી પી પી ના ધોરણે ભાગીદારી કરી વિદ્યાર્થી દીઠ નિયત રકમ ફાળવી

અને ત્યાં ગરીબ કે મધ્યમ વર્ગના પરિવારો ના બાળકો અભ્યાસ કરી શકે તે માટે ના આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા એ જણાવ્યું હતું કે જેતપુરમાં સારું શિક્ષણ આપવા આ સંસ્થા દ્વારા સંનિષ્ઠ પ્રયાસ થાય અને લોકોને જેતપુરના ઘર આંગણે સારું શિક્ષણ મળે તે માટે જેતપુર એકેડેમી બાળકોના શિક્ષણ કાર્ય માં ખૂબ જ મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. પૂર્વ મંત્રી શ્રી જશુબેન કોરાટ એ જણાવ્યું હતું કે માત્ર પુસ્તક નું જ્ઞાન નહીં પરંતુ ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે તેવા પ્રયાસો આ સંસ્થા દ્વારા કરવામાં આવશે.

જેતપુર એકેડમી ના ચેરમેન અને ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટે નેશનલ એજ્યુકેશન પોલિસી અને બાળકો ના શ્રેષ્ઠતમ ઘડતર માટે પ્રાયોરિટી અપાશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી મનસુખ ભાઈ ખાચરિયા તેમજ શિક્ષણ તજજ્ઞો દ્વારા પ્રશંગિક વક્તવ્યો આપવામાં આવેલ હતો. આ પ્રસંગે શાળા ના બાળકો દ્વારા વિવિધ સંકૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને ઉદ્યોગપતિ રાજુ ભાઈ હીરપરા રાજુભાઈ મીરા ગ્રુપ તેમજ અગ્રણી દિનકર ગુંદરિયા રમેશ જોગી પી જી ક્યાડા ભૂપત સોલંકી ભાવિક વૈષ્ણવ જેન્તી રામોલિયા બળવંતભાઈ ધામી શ્રી જનક ડોબરીયા સહિત આગેવાનો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button