MORBI:મોરબી વ્યાજખોરો મારામારી તથા મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા પાંચ ઈસમો ને પાછા તળે જેલ હવાલે

મોરબી વ્યાજખોરો મારામારી તથા મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા પાંચ ઈસમો ને પાછા તળે જેલ હવાલે
અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષકશ્રીરાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી.રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીઓની સૂચના મુજબ મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી વધુ સુદ્રઢ બની રહે તે સારૂ ભૂતકાળમાં વ્યાજખોરી, મારામારી તથા મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને કાયદાનો પાઠ ભણાવવા સારૂ ગુનેગાર ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફ મોકલતા શ્રી. જી.ટી.પંડયા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ વ્યાજખોરી, મારામારી તથા મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલા ઇસમોના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય, જે ઇસમોની અટકાયત કરવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ.શ્રી. એચ.એ. જાડેજા મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. શ્રી કે.એ.વાળા પોલીસ ઇન્સ. મોરબી તાલુકા પો.સ્ટે.તથા એલ.સી.બી.મોરબીના પો.સબ.ઇન્સ. શ્રી. એન.એચ.ચુડાસમા તથા શ્રી કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા મો.સી.એ ડિવી, તથા મોરબી તાલુકા પો.સ્ટે.ના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ઇસ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા પ્રયત્નસીલ રહી પાંચેય સામાવાળાઓને આજ તા.૧૮/૦૧/૨૦૨૪ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી સુરત, વડોદરા, અમદાવાદ,ભાવનગર તથા જુનાગઢ જેલ હવાલે કરવામાં આવેલ છે.

(૧) પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઇ વાઘેલા ઉ.વ.૨૪ રહે. રફાળેશ્વર, બાબા સાહેબ આંબેડકર હોલની પાછળ, તા.જી. મોરબી શરીર, મિલ્કત સબંધી ગુના જિલ્લા જેલ જુનાગઢ

(૨)અજયભાઈ જગદિશભાઇ ચૌહાણ ઉ.વ.૨૭ રહે | રફાળેશ્વર, આંબેડકરનગર તા.જી.મોરબી શરીર, મિલ્કત સબંધી ગુના મધ્યસ્થ જેલ સુરત

(3)ગૌતમભાઇ જયંતિભાઇ મકવાણા ઉ.વ.૩૩ રહે | લીલાપર, પ્રકાશનગર સોસાયટી, તા.જી.મોરબી મોરબી શરીર, મિલ્કત સબંધી ગુના મધ્યસ્થ જેલ વડોદરા

(૪)રોહીતભાઇ રાજેશભાઇ જીલરીયા ઉ.વ. ૨૯ રહે. તુલસીપાર્ક શેરી નં.-૦૧, પપ્પાજી ફનવલ્ડ પાછળ, મોરબી ગુનાવ્યાજખોરીના ગુના જિલ્લા જેલ ભાવનગર

(૫)વીરમભાઇ હમીરભાઈ કરોતરા ઉ.વ.૩૩ રહે. શકત શનાળા તા.જી.મોરબી શરીર, મિલ્કત સબંધી ગુના મધ્યસ્થ જેલ અમદાવાદ જેલ હવાલે કરવામાં આવેલ છે.








