
સરવડ પી.એચ.સી.ના સ્ટાફ દ્વારા આરોગ્ય કેન્દ્રને સ્વચ્છ અને રળિયામણું બનાવાયું
૦ :: ૦૦૦ :: ૦ ::
આરોગ્ય કેન્દ્ર અને આજુબાજુમાં સઘન સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
૦ :: ૦૦૦ :: ૦ ::
માહિતી બ્યુરો, મોરબી
‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં માળિયા તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
રાજયવ્યાપી ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં વહીવટી તંત્રની સાથે લોકો પણ આ અભિયાનમાં જોડાઈને સાફ-સફાઈ કરી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફની સંપૂર્ણ ટીમ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ સાફ-સફાઈ ઝુંબેશ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર, બહારના ગ્રાઉન્ડ, હર્બલ ગાર્ડન તેમજ આજુબાજુના વિસ્તારની સઘન સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી ડો. નિરાલી ભાટિયા તેમજ સંપૂર્ણ સ્ટાફ દ્વારા આ ઝુંબેશ અન્વયે આરોગ્ય કેન્દ્રને સ્વચ્છ અને રળિયામણું બનાવવામાં આવ્યું હતું.








