ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીના અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ તાલુકા કક્ષાએ બીસી અને બ્લોક એન્જિનિયર ની કામગીરીની સમીક્ષા માટે મિટિંગ યોજાઇ

ભરૂચ:શનિવાર: જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી કે.જી.વાધેલાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ તાલુકા કક્ષાએ બીસી અને બ્લોક એન્જિનિયર ની કામગીરીની સમીક્ષા માટે મિટિંગ યોજાઇ હતી. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા મળેલી સૂચનાઓ મુજબ વષૅ ૨૦૨૪ -૨૫ના એન્યુઅલ એમ્પ્લોયમેન્ટ પ્લાન્ટના લક્ષણ કો મુજબ ઘટક વાર ખરેખર જરૂરિયાત મુજબ તૈયાર કરીને આયોજન તથા ODF ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત અને પ્લસ દરેક તાલુકાના વધુમાં વધુ ગામો ઓ.ડી.એફ. પ્લસ નો દરજ્જો પ્રાપ્ત થાય તે દિશામાં પ્રયત્ન કરવા માટે જણાવેલ હતુ. જેમાં મીટીંગ મા તમામ ધટકોવાર જેવા કે વ્યક્તિગત શૌચાલય, સેગરીકેશન શેડ, સામુહિક કંમ્પોસપીટ, સામૂહિક શોકપીટ, ઘન કચરાનું વ્યવસ્થાપન અંગે વધુ વધુ ગામો વિશેષ ભાર મુકાયો.વિવિધ ઘટકોની ચર્ચા કરાઈ હતી. ચાલુ વર્ષમાં ફાળવેલ લક્ષ્યાંક સમય મર્યાદામાં પૂર્ણ થાય તે મુજબનુ આયોજન સહ કામગીરી કરવા અનુરોધ કયૉ હતો
આ બેઠકમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના યોજનાના તાલુકા કક્ષાનો અને જિલ્લા કક્ષાનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો .









