JETPURRAJKOT

મહિલાઓને ટ્રેનર અને કોચીઝ તરીકેની તાલીમ અપાશે

તા.૨૦ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યની મહિલાઓ ટ્રેનર અને કોચીઝ તરીકે તાલીમ આપવામાં આવશે.

નેતાજી સુભાષ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્પોર્ટસ, પટિયાલા તથા તેની તમામ શાખાઓ, લક્ષ્મીબાઈ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝીકલ એજ્યુકેશન, ગ્વાલિયર તથા તેની તમામ શાખાઓ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી, ગાંધીનગરમાંથી ડિપ્લોમા કોર્સ કરેલ મહિલાઓ આ તાલીમ મેળવવા માટે અરજી કરી શકશે.

જે માટેના અરજી ફોર્મ સંબંધિત જિલ્લાના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતેથી મેળવી તા.૨૮ ફેબ્રુઆરી સુધીમાં રાજકોટ જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે હાર્ડ કોપીમાં તમામ પ્રમાણપત્રો જેવા કે ડોમીસાઈલ સર્ટીફિકેટ, બેંક ડીટેઇલ્સ, કેન્સલ ચેક અથવા પાસબુકની ઝેરોક્ષ, આધારકાર્ડ સાથે ભરીને પરત કરવાના રહેશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button