નવસારી કલા મહાકુંભનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્ય્ક્ષતામાં કરવામાં આવ્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર, કમિશ્નરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર તેમજ નવસારી જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા કલા મહાકુંભ-૨૦૨૩નું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધા અન્વયે આજરોજ નવસારીના એરુ સ્તિથ શ્રી સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધાઓનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈએ ઉપસ્થિત કલાકારોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાંથી કુલ-૧૨૦૦ કલાકારોઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે એ દર્શાવે છે કે આપણા જિલ્લામાં અખુટ કલા ભરી છે. તેમણે સૌ સ્પર્ધકોને અભિનંદન પાઠવતા નવસારી જિલ્લામાંથી વધુને વધુ સ્પર્ધકો રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ભાગ લઇ વિજેતા બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
<span;>કલા મહાકુંભ સ્પર્ધાના પ્રથમ દિવસે લોકનૃત્ય, સ્કૂલબેન્ડ, ગરબા, રાસ, સમુહગીત , ઓર્ગન, લગ્નગીત, લોકગીત-ભજન, હાર્મોનિયમ, તબલા, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ જેવી સ્પર્ધા યોજાઈ હતી.
કલા મહાકુંભ સ્પર્ધાના પ્રથમ દિવસે નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી મીનલબેન દેસાઈ , જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અરુણકુમાર અગ્રવાલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિરેનભાઈ પટોળીયા , જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્પેશભાઈ પટેલ, શાળાના ટ્રસ્ટી શ્રી પ્રફુલભાઈ ગોંડલીયા તેમજ આચાર્યશ્રી હિરેનભાઈ ઉપાધ્યાય જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



